સ્પોર્ટ્સ: આજથી કોરોનાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2021)ની યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે મેં મહિનાની 2 તારીખે અટકેલી આ IPL ટુર્નામેન્ટ 140 દિવસના વિરામ બાદ UAEમાં સમાપ્ત કરવામાં આવશે અને આજે ફરીથી શરુ થનારી IPL ટુર્નામેન્ટ પ્રારંભ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સના મુકાબલા થશે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ UAEમાં આજના મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો ભારતના સમય પ્રમાણે આજે સાંજે 7:30 થી શરૂ થશે આ મેચમાં બંને ટીમો માટે વિજય નવા શિખરો નક્કી કરશે. જો ચેન્નઈની ટીમ જીત મેળવે તો પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સને પાછળ ધકેલી નંબર-1નું સ્થાન પ્રાપ્ત કરશે.

જો મુંબઈ ટીમ જીત મેળવે તો તે ત્રીજા સ્થાને પહોંચશે હાલમાં મુંબઈના 8 પોઈન્ટ છે. હવે જોવાનું એ છે કે કઈ ટીમ પોતાની શરૂવાત વિજય મેળવીને કરે છે.

Bookmark Now (0)