માણસ પ્રકૃતિનો જ અંશ છે એનું અસ્તિત્વ પ્રકૃત્તિ પર જ નિર્ભર છે. પ્રકૃતિ જ જીવન છે. અને પ્રકૃતિનું રક્ષણ કરવી એ આપણી પ્રથમ ફરજ છે. પ્રકૃતિના જતન માટેના મૂલ્યો બાળકોમાં નાનપણથી જ કેળવાય એ ઉદ્દેશ સાથે ડેડીયાપાડા તાલુકામાં આવેલી ફુલસર માધ્યમિક શાળાના શિક્ષકોએ માટીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ બાળકો પાસે જ બનાવી તેનું વિસર્જન કરાવી પ્રકૃતિ રક્ષણનો સંદેશો આપ્યો છે.

આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનેલી મૂર્તિને કારણે જળ પ્રદુષણ ફેલાય છે. આ મૂર્તિને નદીમાં વિસર્જિત કરવાથી નદીમાં રહેતા વિવિધ જળચર પ્રાણીઓને નુકશાન થાય છે. આ નદીનું પાણી લોકો પીવે છે પશુ, પંખી, જાનવરો પીવે છે જેથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. આવા સંદેશ અને નૈતિક મૂલ્યો બાળકોમાં નાનપણથી જ કેળવાય તેવો ઉદ્દેશ સાથે દર વર્ષે બાળકો દ્વારા માટીનો ઉપયોગ કરી ગણેશજીની મૂર્તિ બનાવી સ્થાપના કરવામાં આવે છે.