ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 હજાર 773 કેસ નોંધાયા છે સામે 38 હજાર 945 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. જ્યારે 309 દર્દીઓના મૃત્યું થયા છે. નવા કેસમાં સૌથી વધુ કેસ કેરળ રાજ્યમાં નોંધાયા છે.
કેરળમાં છેલ્લાં 24 કલાકમાં 19 હજાર 325 કેસ નોંધાયા છે અને 143 દર્દીઓના મૃત્યું થયા છે. બીજી તરફ દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી દેશમાં 80 કરોડ 43 લાખ 72 હજાર 331 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. સૌથી સારા સમાચાર એ છે કે છેલ્લા ફક્ત 11 દિવસમાં જ 10 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

