ચીખલી: આપણા આદિવાસી વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના ઉદ્દેશથી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યની કૃષિ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અને માર્ગદર્શન મળી રહે એ માટે ૨૨-૦૯ ૨૦૨૧ના રોજ બપોરે ૧૦:૦૦થી ૨:૦૦ વાગ્યા દરમિયાન શ્રી જ્ઞાનકિરણ ઢોડીયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ સેમિનારમાં ખેતીમાં ખેડૂતોના મોઘાં મળતાં ખાતરો, દવાઓ અને બિયારણના પ્રશ્નો, ખેડૂતોનું ઉત્પાદન અને વેપારી દ્વારા થતું શોષણના પ્રશ્નો, કુદરતી આફતો સમયે પાકના નુકશાનના વળતર સમયે થતો અન્યાય, ખેતીમાં સિંચાઈના પાણી માટે તંત્ર દ્વારા કરવામાં આવતો અન્યાય, ખેતીવાડીમાં કરાતો વીજ કંપની અન્યાય, ખેડૂતોને જમીનની વારસાઈ કરવામાં પડતી મુશ્કેલીઓ જેવા પ્રશ્નો મુદ્દે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આ સેમીનારમાં સજીવ ખેતી અને ખેતી લક્ષી યોજનોની માહિતી ડો.સી.કે ટીંમ્બરીયા, ખેતીવાડીની યોજનાઓ વિશેની માહિતી પ્રતિક પટેલ, શ્રી એસ.એમ ગાંવિત, સજીવ ખેતીના ક્ષેત્રીય અનુભવો ઠાકોરભાઈ પટેલ, ખેતીવાડીની પ્રાયોજના વહીવટદાર કચેરી હેઠળ મંજુર થયેલ યોજના વિષે શ્રી સી.ડી ચૌધરી અને વર્તમાન સંજોગોમાં આદિવાસી ખેડૂતોને લગતા મેહસુલ વિભાગના પ્રશ્નો અંગે ઠાકોરભાઈ જે પટેલ દ્વારા આદિવાસી ખેડૂતોને દિશા સુચન કરવામાં આવશે જેથી આદિવાસી ખેડૂતો આ સેમિનારનો લાભ લઇ પોતાની ખેતી અંગેની સમસ્યાનું નિરાકરણ લાવી શકશે.