ડાંગ જિલ્લામાં બિરસા મુંડા જયંતીના દિવસે આહવા તાલુકાના ડાંગ દરબાર હોલમાં બહુજન સમાજન પાર્ટી દ્વારા રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવા માટે, આજ રોજ તે સંદર્ભે આ જ રોજ ડાંગ જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે નવેમ્બર મહિનામાં તારીખ 15/11/2021 રોજના અને સમય સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી રક્તદાન શિબિર રાખેલ છે. તેમને જણાવ્યું છે કે, ડાંગ જિલ્લાના રહેવાસી માટે ખાસ અમારી ટીમ બહુજન સમાજ પાર્ટી દ્વારા આપેલ રક્તદાન ફ્રી માં આપવામાં આવે અને બ્લડ બેન્કની તમામ સુવિધાઓ ડાંગ જીલ્લામાં પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત સાથે સરકારશ્રીનું ધ્યાન દોરીને રક્તદાન કેમ્પને સફળ કરવા વિનંતી કરીએ છીએ.
વધુમાં જણાવ્યું છે કે ડાંગ જીલ્લાના રહેવાસીઓને મુશ્કેલ સમયમાં બ્લડ મળતું રહે તેવી આસા રાખીએ છીએ તેમજ અમો બહુજન સમાજ પાર્ટી દ્વારા આવા અનેક રક્તદાના કાર્યક્રમોનું આયોજન લોકો માટે કરતા રહીશું, અને અમારી સંખ્યા 200 જેટલી રહેશે, રક્તદાન કરવા માટે તેમજ આમંત્રિત, આગેવાનો, અધિકારીઓ આ કાર્યક્રમમા ઉપસ્થિત રહે તેવી નીતિ ગતિ સાથે આયોજન કર્યું છે.

તેમણે જણાવ્યું છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ બ્લડ કેમ્પમાં આવતા તમામ આગેવાનો, યુવાનો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે રહેશે, આ કાર્યક્રમના આયોજનને લઇ આ બાબતે આજ રોજ આપ સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપીએ છીએ અને આ કાર્યક્રમ કરવા માટે મંજુરી અને રક્તદાન સીબીરને સફળ બનાવવા માટે મંજુરી આપવાની મહેરબાની કરશો.