ચીખલી: આજરોજ ચીખલી તાલુકના રાનકુવા ગામના આરોગ્ય કેન્દ્ર પર ગુજરાતના સમગ્ર પંથકમાંની જેમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના 71માં જન્મદિન નિમિતે મેગા કોરોના વેક્સિનેશનમાં રેકોર્ડબ્રેક 100% વેક્સીનેશન કરવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મ દિન નિમિતે આજરોજ ચીખલી તાલુકાના રાનકુવા ગામના આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ભાવિનીબેનના હેઠળ વધુમાં વધુ વેકસીનેશન કરવાના પ્રયત્નો સફળ રહ્યા. જેના ભાગ રૂપે આરોગ્ય ની ટીમ સાથે સ્કૂલના ૦૭ શિક્ષકોની ટીમનો મહત્વનો ફાળો રહ્યો. જેમાં રાનકુવા આરોગ્યકેન્દ્ર ના મેડિકલ ઓફિસર ભાવિની બેને જણાવ્યું હતું કે કોવિડસિલ ૯૦૫ કોવેક્સીન ૨૦૦ આમ ટોટલ ૧૧૦૫ ડોઝ વેક્સીનેસન થયું હતું.

રાનકુવા ગામના આરોગ્ય કેન્દ્ર પર મેડિકલ ઓફિસર ભાવિની બેન, જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ, લાઇઝંન ઓફિસર આઇ. નાગોરી સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. અને રાત્રી દરમિયાન ડેપ્યુટી મામલતદારએ પણ વિઝિટ લીધી હતી. આમ વેક્સીનેસનનો કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પડયો હતો.