ચીખલી: Decision Newsને એક પહેલ રંગ લાવી. કુદરતી આફતમાં નિરાધાર બનેલા પરિવારને મદદનો હાથ આપવા સમાજ અને સરકારને આહ્વાન કરવામાં આવ્યું હતું ત્યારે ગતરોજ ચીખલી તાલુકામાં આવેલ ફડવેલ ગામમાં ધોલી ફળિયામાં રહેતા મનુભાઈ શિવાભાઈ પટેલનું ધર ભારે વરસાદના ઝાપટાંના કારણે પડી ગયું હતું જેની જાણ થતાં જ તેમને 98900નો ચેક ચીખલી તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી વિગતો અનુસાર ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં ઘોલી ફળિયામાં રહેતા મનુભાઈ નિશાભાઈ ધોડિયા પટેલ છેલ્લા બે-ત્રણ દિવસથી નવસારી જિલ્લામાં ભારે વરસેલા વરસાદી ઝાપટાંના કારણે તૂટીને જમીન ધ્વસ્ત થઈ ગયું હતું આ ગરીબ પરિવારે ઘરમાં રાખેલી ઘરવખરી ખરાબ થઇ ગઈ હોવાના કારણે આ આદિવાસી પરિવાર હાલમાં ખુબ જ કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો આ કુદરતી આફતની જાણ થતા જ સરકારી અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઇ યોગ્ય મદદ કરવાની ખાતરી આપી છે. અને ગતરોજ આફતનો કુદરતી આફતનો ભોગ બનેલા પીડિત પરિવારને ચીખલી તાલુકા પંચાયત તરફથી 98900નો ચેક સહાયરૂપે આપવામાં આવ્યો હતો.
કુદરતી આફતની મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને ચીખલી તાલુકા પંચાયત દ્વારા મળેલી મદદથી પરિવાર ખુબ જ ખુશ છે અને તેમણે પંચાયત તથા Decision Newsનો પણ આભાર વ્યક્ત કર્યો છે ખરેખર આપણે કોઈ પણ વ્યક્તિ કે પરિવારને આવી પડેલા મુશ્કેલીના દિવસોમાં મદદરૂપ બની સમાજ ઉત્કર્ષ અને માનવતાની જીવંત રાખવાની કોશિશ કરવી જોઈએ.











