તાપી: ગતરોજ તાપી જિલ્લા પાથરડાના કોટવાળીયા આદિવાસીઓ સાથે ઉકાઇ ફોરેસ્ટના અધિકારીઓએ અભદ્ર વ્યવહાર કરી જાતિ વિષયક ગાળો આપી બે આદિવાસીઓને ખોટી રીતે મારવામાં આવતાં BTTS દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ તાપી જિલ્લા પાથરડાના કોટવાળીયા આદિવાસીઓ સાથે ઉકાઇ ફોરેસ્ટના અધિકારીઓએ અભદ્ર વ્યવહાર કરી જાતિ વિષયક ગાળો આપી બે આદિવાસીઓને ખોટી રીતે મારવાની જાણ થતાં જ ઉકાઇના BTTSના આગેવાન સલમાન મલેક ભાઈએ તાપી BTTS ટીમને જાણ કરી અને તાપી BTTSના આગેવાનો દ્વારા પીડિતોને ન્યાય અપાવવા માટે ઉકાઈ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી અને ન્યાય ન મળે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી

BTTS સંગઠન ગરીબો લાચાર લોકોની પડખે હર હંમેશ ઊભું રહશે અને ન્યાય અપાવશે આ અન્યાય વિરુદ્ધ BTTS તાપીનાં આગેવાનો અમિતભાઈ ચૌધરી વાલોડ, કેતનભાઇ ચૌધરી વાલોડ, નિખિલભાઈ ચૌધરી વાલોડ, પ્રતિકભાઈ ગામીત વાલોડ, સલમાનભાઈ મલેક જેવાએ અવાજ ઉઠાવ્યો હતો.