ગુજરાતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાત લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી.

જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી, જે માટે તાત્કાલિક કામગીરી હાથ ધરીને આજ સાંજ સુધીમાં 100% ગામોમાં વીજળી મળે તે રીતે કામગીરી કરવા મુખ્યમંત્રીશ્રીની સૂચના, જામનગર જિલ્લામાં કુલ 4,760 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું.

જયારે 144 લોકોને NDRF, SDRF તેમજ એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા. જામનગર વિસ્તારમાં 46 ટીમો સર્વે માટે હાલ કાર્યરત છે, હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું છે, મૃત પશુ નિકાલ અને સફાઈ માટે જરૂર પડ્યે બહારની ટીમ બોલાવવાની મુખ્યમંત્રીશ્રીની સૂચના.