ગતરોજ કપરાડા તાલુકાના દીક્ષલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, અંદાજીત રૂ. 23 લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્રમાં લેબર રૂમ, ઇન્સ્પેકશન રૂમ, વેઇટિંગ વિભાગ, રેસિડેન્ટ વિભાગમાં ડ્રાઈગ હોલ સહિત અન્ય સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઇ એચ. ચૌધરી, જિલ્લા કારોબારી અધ્યક્ષશ્રી ગુલાબભાઈ રાઉત, કપરાડા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઈ ગાંવિત, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મોહનભાઇ ગરેલ, ઉપપ્રમુખશ્રી ગોપાળભાઈ ગાયકવાડ, જિલ્લા પંચાયત સભ્યશ્રી મીનાક્ષીબેન ગાંગોડા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પરેશભાઈ, સરપંચશ્રી પાંડુભાઈ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.