ગુજરાતના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી.એમ પદે શપથ લે તે પહેલા જ એક્શનમાં આવી ગયા છે. ગુજરાતભરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે છેલ્લા બે દિવસથી જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. જેના પગલે નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરતીને લોકોને જરૂરી મદદ-સહાય પહોંચાડવા માટે સૂચના આપી છે. પોતાના સોશિયલ મીડિયા ટ્વીટ માધ્યમથી જણાવ્યું છે.

જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા ત્રણ જેટલા ગામોમાં પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક સહાય પહોંચાડી તેમને સલામત સ્થળે ખસેડવા અને જરૂર પડે તો એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લા કલેક્ટર સૂચના આપી છે.

મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલ આજે 13મી સપ્ટેમ્બરના રોજ બપોરે 2:20 કલાકે મુખ્યમંત્રી પદના શપથ લેશે, શપથગ્રહણ પહેલા તેઓ ઘણાં દિગજ નેતા સાથે મુલાકાત કરી રહ્યા છે.