વલસાડ: ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૪મા નાણાપંચ યોજના અને વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત રૂા. ૩૪૩.પ૭ લાખના ખર્ચે સાકાર થયેલા ૧૧ જનસુખાકારીના વિકાસ કાર્યોને વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે જનસમર્પિત કરાયા હતા.
Decision Newsને મળેલી માહિતી વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, સાંસદશ્રી ડો. કે સી પટેલ સાહેબ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, મેયરશ્રી જ્યોત્સ્ના બેન દેસાઈ, ની ઉપસ્થિત માં યોજાયો. તેમજ ટાઉન પ્લાનિંગ કમિટી અધ્યક્ષ પ્રણવભાઈ શિંદેએ પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતાં. ચીફ ઓફિસર મિલન એચ. પલસાણા, આભારવિધિ આટોપી હતી. ધરમપુર નગરપાલિકા હાઈસ્કૂલની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ પટેલ, નગરપાલિકાની વિવિધ સમિતિ ચેરમેન સર્વે રક્ષાબેન જાદવ, લલીતાબેન પટેલ, ઉર્મિલાબેન ભોયા, ડેનીશાબેન ગોસ્વામી, જયદીપસિંહ સોલંકી તેમજ શકુંતલાબેન પટેલ, નગરપાલિકા સભ્યો, નગરપાલિકા પરિવાર તેમજ નગરજનો હાજર રહયા હતા.