પંચમહાલ: ગતરોજ પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકાની સરકારી વિનયન કોલેજના મનોવૈજ્ઞાનિક વિભાગ એમ.એસ.ટીમના ઓનલાઇન માધ્યમથી “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” આજરોજ તારીખ 9-9- 2021 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે “Creating hope through Action”એટલે કે “કાર્ય દ્વારા આત્માનું સર્જન”કાર્યક્રમમાં સૌપ્રથમ સરકારી વિનયન કોલેજ શહેરાના આચાર્યશ્રી ડો. વિપુલ ભાવસાર દ્વારા વક્તાઓનું શાબ્દિક આવકાર કરી તથા આત્મહત્યા નિવારવા માટેના ભારતીય સંસ્કૃતિ મુજબના ઉપાયો સૂચવ્યા હતા. ત્યારબાદ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. ડી. આર. માછી દ્વારા પ્રાર્થના રજૂ કરી તથા ભગવદગીતાના સંદર્ભ લઇ આત્મહત્યા નિવારણ માટે શું કરી શકાય તેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વક્તા તરીકે ડો. સુનીલ જાદવ (ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર) તથા શ્રી હરેન્દ્ર પરમાર (ગવર્મેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ હારીજ) ના બે મુખ્ય વક્તા ઓનલાઇન જોડાયા હતા. તેઓએ આત્મહત્યાના કારણો તથા આત્મહત્યા નિવારણ માટે ના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં કોલેજના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રોફેસર કિરણસિંહ રાજપુત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ વિભાગના પ્રાધ્યાપિકા ડો. નિકિતા સોનારાએ કરી હતી. કાર્યક્રમમાં કોલેજ નો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓની હાજરીના લીધે સફળ રહ્યો હતો.