ચીખલી: ગતરોજ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ રાનકુવા હાઇસ્કૂલનો શુભારંભ 1400 જેટલા બાળકો અને 30 જેટલા શિક્ષકોની ટીમ સાથે થયો હતો. બજેટ 20/21 અંતર્ગત ગુજરાતમાં આશરે 500 જેટલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલ ઓફ એક્શલેન્સ વિકસાવાની જાહેરાત કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી જિલ્લા શિક્ષણાધિકારી શ્રીરોહિત ચૌધરીના માર્ગદર્શનથી તેમજ BRC ચીખલી CRC રાનકુવાના સાનિધ્યથી શાળા દ્વારા પ્રોજેક્ટનો પ્રારંભ સ્ટાફ અને બાળકો સાથે મિટિંગ કરી કાર્યરત થયો હતો. નવસારી જિલ્લાની ચીખલી તાલુકાની શ્રી બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા હાઈસ્કૂલની ગાંધીનગરથી પસંદગી કરવામાં આવી હતી. શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટમાં પોતાની કઇ ભૂમિકા છે તેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. નિરીક્ષક પરેશભાઈ દેસાઈ તથા ગુલાબભાઈ માહલા દ્વારા આભાર વ્યક્ત કરી પ્રોજેક્ટ કો. ઓર્ગેનાઇઝર તરીકેનું ઉત્તરદાયિત્વની ભૂમિકાની સમજ આપી. સમગ્ર પ્રોજેકટમાં રાજ્ય કક્ષાએ પસંદગી થતા શિક્ષણ વિભાગ નવસારીનો સંચાલક મંડળ દ્વારા અને વાલી મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શાળાના આચાર્ય શ્રી સંજયસિંહ પરમાર દ્વારા શિક્ષણ સચિવ વિનોદરાવ સાહેબનો ઓડીઓ પ્રવચન સંભળાવી ગુજરાત સરકારના આ પ્રોજેક્ટ પાછળના હેતુઓ અને સુસંગત માહિતી રજુ કરી આચાર્ય શ્રીસંજયસિંહ પરમાર દ્વારા પ્રોજેક્ટ ની રૂપ રેખાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. યોગ્ય ગાઈડલાઈન અને ટાઇમલાઈન દ્વારા આ પ્રોજેક્ટ કઇ રીતે સફળ બને તેમાં શિક્ષક ની ભૂમિકાની જાણકારી આપી સમગ્ર ટિમ માટે જીવનમાં આવી સુવર્ણ તક ઝડપી લેવાનું અહોભાગ્ય પ્રાપ્ત થયું છે તેનો આનંદ વ્યક્ત કર્યો છે.