ચીખલી: નવસારીના ચીખલી તાલુકામાં ટ્રક ઓનર્સ એસોસિએશન હડતાળ હજુ પણ યથાવત રહેતા સરકારને રોયલ્ટીની આવકમાં નુકસાની, માંગણી નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં હડતાળ વધુ ઉગ્ર બની રહેશે એવી સંભાવના દેખાય રહી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં ચીખલી તાલુકામાં ચાલી રહેલી દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશભાઈ દેસાઈની આગેવાનીમાં 200થી જેટલા ટ્રક ઓનર્સ છેલ્લા ત્રણ દિવસથી હડતાળમાં બેઠા છે. ત્યારે કોઈ ચોક્કસ પરિણામ આવતા કદાચ આ હડતાલ ઉગ્ર દિશામાં ગતિ કરશે એવું  વાતાવરણ સર્જાયું છે.

આજે વહીવટીતંત્રના અધિકારીઓ અને ટ્રક ઓનર્સ સાથે બેઠક યોજાનારી છે ત્યારે આ બેઠકમાં નિરાકરણ આવશે કે નહિ તેના પર સૌ નજર ટેકવી બેઠા છે. આજની આ બેઠકમાં સુ:ખદ પરિણામ આવશે એવી આશા સેવાઈ રહી છે.