કપરાડા: ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભામાં ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પક્ષો પણ પોતાનું વચસ્વ ઉભી કરવાના પ્રયાસો કરી છે ત્યારે આજરોજ વલસાડના કપરાડા તાલુકામા અંતર્ગત ઘાનવેરી ગામમાં ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી-લેલિનવાદી) લિબ્રેશનની એક બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું
Decision Newsને મળેલી વિગતો અનુસાર આ બેઠકમાં જંગલની જમીન પર આદિવાસી વર્ષોથી પરંપરાગત અધિકારના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી ? મનરેગામા થતો ભષ્ટચારને સમાપ્ત કરવા અને હર વ્યક્તિને જ્યાં સુધી જોબકાર્ડ અને નિયમસર રોજગાર ના મળે તેના માટે ગામડે-ગામડે ઝુંબેશ ચલાવી મિટિંગ કરવાની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આવનાર પંચાયતની ચુંટણીમાં પાર્ટીમાં ઉમેદવારી કરવાના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટીના વલસાડ જિલ્લા પ્રભારી કોમરેડ કમલેશ ગુરવ અને કપરાડા તાલુકા કમેટીના સભ્ય કોમરેડ રાજુભાઈ વરઠા, કોમરેડ રમણભાઈ વરઠા, કોમરેડ ગોપજીભાઈ લાખન, કોમરેડ શીવરામ ભાઈ અરજ, કોમરેડ દિપકભાઈ શિગાડા તેમજ 60 પાર્ટીના સભ્યો હાજર રહ્યા હતા.











