કપરાડા: ગત મોડી રાત્રી દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના પગલે વલસાડના કપરાડા તાલુકાના કરચોંડ ગામે તુલસી નદી ઉપર બનાવવામાં આવેલા કોઝવે પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યું હતું જેના કારણે ગામનો આસપાસના ગામ સાથેનો વાહન વ્યવહાર ખોળવાની સાથે લોક સંપર્ક તુટ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડના કપરાડા તાલુકાના કરચોંડ ગામે તુલસી નદી ઉપર બનાવવામાં આવેલા કોઝવે પુલ ઉપર વરસાદી પાણી જવા લાગ્યું હતું જેના લીધે વારોલી જંગલ, તીસ્કરી જંગલ અને સેલવાસનું કાવચા ગામના અનેક લોકો સંપર્ક વિહોણા બન્યા છે અને ગામ સાથેનો વાહન વ્યવહાર ખોળવાઈ ગયો હતો પરંતુ જરૂરીયાત વાળા કામને લઈને વરસાદી પાણીના વહેણમાં લોકો જીવના જોખમે કોઝવે પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. જુઓ આ વિડીયોમાં..

ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડામાં હાલ મેઘરાજા મન ભરીને વર્ષી રહ્યા છે ત્યારે ઘણા નદી નાળાઓ અને નદી પરના કોઝવે પરથી પાણી વહી રહ્યા છે ત્યારે તાજેતરમાં મળેલી જાણકારી અનુસાર હાલમાં વલસાડના કલેકટરે ઉમરગામના 16 જેટલા રસ્તાઓ બંધ છે, જયારે પારડી તાલુકાના 2 રસ્તાઓ તો કપરાડા નો 1 રસ્તો બંધ કર્યા છે જેથી લોકોના જોખમને ઘટાડી શકાય.