ધરમપુર: આદિવાસી વિસ્તારના યુવાઓ આવનારા સમયમાં પોતાના મનગમતા અને ડિમાન્ડડેડ કેરિયર મેળવી શકે આ ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા ભવિષ્યમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે સેમીનારનું આયોજન ધરમપુરનાં નાનીવહિયાળ ગામે ૨૯ ઓગસ્ટ રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના માન. નાયબ કલેકટરશ્રી પ્રિતેશભાઈ પટેલ સાહેબ, ધરમપુરનાં મામલતદારશ્રી હરેશભાઈ પટેલ સાહેબ, વલસાડ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલ, સરકારી કોલેજ કપરાડાના પ્રાધ્યાપક(વર્ગ-૨) શ્રી દિપકભાઈ પટેલ, નાયબ સેકશન અધિકારીશ્રી સચિવાલય ગાંધીનગરના શિરીષભાઈ પટેલ, જમ્મુ-કાશ્મીરમાં CISF માં સેવા બજાવતા ખૂટલી ગામના વતની પાડવી સાહેબ તેમજ હાલ GPSC વર્ગ-૧/૨ની પરીક્ષા પાસ કરનાર જયદીપભાઈએ રાજાના દિવસે ઉપસ્થિત રહી ધરમપુર અને કપરાડા વિસ્તારના યુવાનોને UPSC, GPSC, ગુજરાત ગૌણ સેવાપસંદગી મંડળ, પોલસ વિભાગ તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા લેવાતી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર સેમિનારનું આયોજન હાલ ભરૂચમાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા સંદીપભાઈ પટેલ અને એમની ટીમે સફળતાથી પાર પાડી સમાજના વિકાસ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. કાર્યક્રમના અંતમાં પરીક્ષાની તૈયારી કરતા તાલીમાર્થીઓએ પોતાને મુઝવતા પ્રશ્નો પૂછ્યા હતા જેમનો વિવિધ વિભાગના અધિકારીઓએ સંતોષકારક જવાબો આપ્યા હતા. આવા માર્ગદર્શક સેમિનારોનું ભવિષ્યમાં પણ આયોજન થાય તે સમયની માંગ છે. કારણ કે પોતાની કારકર્દીના ઘડતર માટે દિવસ રાત તનતોડ મહેનત કરતા છતાં મહાભારતના અર્જુનની જેમ ધીરજ ગુમાવી નાસીપાસ થઈ જતા યુવાનોને ઊર્જા અને દિશા મળે.