અનાવલ: આજે સુરત જિલ્લાના મહુવા તાલુકાના કુમકોતર ખાતે અંબિકા નદીમાં નાહવા ગયેલ સુરતના એક જ મુસ્લિમ સમુદાયના પરિવારના પાંચ વ્યક્તિઓ ડૂબી જવાનો ઘટના પ્રકાશ આવતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર આવી પોહચી છે.
Decision Newsને પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતનો એક પરિવાર જોરાવરપીર ખાતે દર્શન કરવા આવ્યા હતો દર્શન કર્યા બાદ મહુવા તાલુકાના કુમકોતર જોરાવર પીર ખાતે અંબિકા નદીમાં નાહવા પડેલા પાંચ વ્યક્તિ ડૂબી જવાની ઘટના બની છે આ ગોઝારી ઘટના બનતાં સમગ્ર પંથકમાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. જુઓ આ વિડીઓ..
જોરાવર ખાતે આવેલ અંબિકા નદીમાં ન્હાવા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ડૂબી જવાની ઘટનાની જાણ મળતાં મહુવા પોલીસનો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને ઘટના વિષે તપાસ હાથ હતી તાજા જાણકારી મળ્યા પ્રમાણે હાલમાં આ પાંચમાંથી એક વ્યક્તિની લાશ મળી છે જ્યારે ચાર વ્યક્તિઓની લાશની શોધ કરવામાં આવી રહી છે.

