ગતરોજ રવિવારે ભાવિનાનો મુકાબલો વિશ્વની પ્રથમનંબરની ચીનની ખેલાડી યીંગ ઝોઉ સામે થયો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. ગુજરાતના ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. ટેબલ ટેનિસ વિમેન્ટ સિંગલ્સની ફાઈનલમાં ચીનના ખેલાડી ઝોઉં યીંગ સામે ભાવિના પટેલની હાર થઈ હતી. ફાઈનલમાં તેમને 3-0થી હાર મળી હતી. ભાવિના પટેલ ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ ચુક્યા હતા.

ભાવિના પટેલ ચીનની વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી મિયાઓ ઝાંગ સામે સેમી ફાઈનલમાં ૩-ર થી જીત મેળવીને પેરાલિમ્પિકસમાં ટેબલ ટેનીસમાં ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. આજે યોજાયેલી ફાઇનલમાં ભાવિનાનો મુકાબલો વિશ્વની પ્રથમનંબરની ચીનની ખેલાડી યીંગ ઝોઉ સામે થયો હતો.