તાપી: થોડા સમયમાં આવી રહેલી ૨૦૨૨ની વિધાનસભા ચુંટણીમાં મેળવવા માટે ગુજરાતમાં ચુંટણી લડનારા પક્ષો દ્વારા જોડ-તોડની જે રાજનીતિ કરી સામાન્ય વ્યક્તિઓના હક અને અધિકારોને છીનવી લેવાઈ રહ્યા છે તેને ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ વખોડે છે.
Decision Newsને સાથે વાત કરતાં ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના મહામંત્રી ગુજરાત પંકજ પટેલ જણાવે છે કે તાપી જિલ્લામાં માં. છોટુભાઈ વસાવા સાહેબ અને મા. મહેશભાઈ વસાવા સાહેબની સાથે જોડાયેલ યુવાઓમાંથી એકલ દોકલ યુવાઓને લલચાવી, ફોસલાવીને અન્ય પાર્ટીમાં જોડી મા.છોટુભાઈ વસાવા સાહેબ અને મા.મહેશ ભાઈ વસાવા સાહેબની જે વર્ષોની આદિવાસી સમાજના લોકોને મળેલ બંધારણીય હક્ક અધિકાર મેળવવા માટેની જે લડત છે એ તોડવાની જે કોશિશ થઈ રહી છે પરંતુ આવા લોકોના ગાલે તમાચા રૂપે તાપી જિલ્લાના BTTS/BTPના આગેવાનોની આગેવાનીમાં તમે એક તોડશો તો અમે 100 જોડીશું અભિયાનના રૂપે હજારો યુવાઓ BTTS/BTP સાથે જોડીશું અને પાર્ટી તેમજ સંગઠનને મજબૂત કરીશું.
આ વખતે ગુજરાતમાં યોજાનારી ચુંટણીમાં BTP પણ અંબાજી થી લઈને ઉમરગામના આખા આદિવાસી વિસ્તારમાં પોતાના પ્રતિનિધિ ઉભા કરવા જઈ રહી છે ત્યારે આ વખતનો ચુંટણી જઈ એક તરફી ન રહે એ નક્કી છે. BTP આ વખતે પોતાના પક્ષને વિજય મેળવવા માટે એડીચોંટીનું જોર લગાવી રહી છે.

