આજે ભારતમાં દર વર્ષે ૨૯,ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીનો જન્મ દિવસ છે. મેજર ધ્યાનચંદજી આપણી રાષ્ટ્રીય રમત હોકીના પ્રસિદ્ધ રમતવીર હતા. તેથી તેમના જન્મદિવસ ને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મેજર ધ્યાનચંદજી હોકી રમતા ત્યારે જાણે કોઈ જાદુ કરી રમત જીતી લેતા હતા. તેઓ ભારતની હોકી ટીમના કેપ્ટન હતા તેમને ઓલેમ્પિકમાં ત્રણવાર સુવર્ણચંદ્રક ભારત ટીમે જીત્યા હતા. તેમને ‘હોકી વિઝાર્ડ’ નું ટાઇટલ અને હોકીના જાદુગર નામના મળી હતી. ભારત સરકાર દ્વારા મેજર ધ્યાનચંદજી ને પદ્મભૂષણ થી સન્માનિત કરાયા છે. અને દિલ્લીમાં આવેલ રાષ્ટ્રીય સ્ટેડીયમનું નામ પણ ‘ધ્યાનચંદ સ્ટેડીયમ’ રખાયું છે.

રમતોની મદદથી યુવાનોના અંદર રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવી તેમની પ્રતિભાઓને બહાર લાવી શકાય છે  હાલમાં જ આ દિશામાં ધીમી પરંતુ મક્કમ શરૂઆત થઈ છે જે પ્રકારે આ વર્ષે ભારતનાં ખેલાડીઓ નીરજ ચોપરા, બજરંગ પુન્યા, મીરાંબાઈ ચાનું, રવિ કુમ દહિયા, લવલીના બોર્ઘોઈન, પી.વી સિંધુ અને હોકી ટીમને મેડલ જીત્યા એ આપણા માટે આનંદની વાત છે.