વાંસદા: ક્યારેક આપણે ધાર્યું ન હોય એવો બનાવ આપણી સાથે બની જતો હોય છે આવો જ એક કિસ્સો ગતરોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસના વાંસદા મંદિરે દર્શનાર્થે આવેલા સેલવાસના રહીશો સાથે થયો હતો આ રહીશોની રિક્ષા અને ટ્રક વચ્ચે વાંસદા-ધરમપુર રોડ પર ગંભીર અકસ્માત ની ઘટના બનવા પામી હતી.

Decision Newsને પ્રાપ્ત માહિતી પ્રમાણે વાંસદા તાલુકાના મીંઢાબારી રસ્તા પર રિક્ષા માંથી પડી જતા આગળથી આવતી ટ્રકની ટક્કર લાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 1વ્યક્તિનું મૃત્યુ થયું હતું, મૃત્યુ પામનારા વ્યક્તિ સેલવાસનું હોવાનું જાણવા મળ્યું છે. જેઓ વાંસદા તાલુકાના વાસીયાતળાવ ગામના મંદિરે દર્શન કરવા આવ્યા હતા દર્શન કરી પરત ફરતા આ અકસ્માત સર્જાયો હતો.

આ સમગ્ર ઘટનાની વાંસદા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી, મૃતક વ્યક્તિને વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે  PM માટે ખસેડવામાં આવ્યા હતા અને બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.