દેશમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામ હેઠળ ગઈકાલે કુલ 52 લાખ 23 હજાર લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી, જેની સાથે દેશમાં કુલ રસીકરણનો આંકડો 58.14 કરોડ પર પહોંચ્યો છે.
દેશમાં સક્રિય કેસ કુલ કેસનાં 1.09% થયા માર્ચ 2020 બાદ સૌથી ઓછા કેસો નોંધાયા. ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,53,398 થયું 152 દિવસમાં સૌથી ઓછું જોવા મળ્યું. દેશમાં સાજા થવાનો દર હાલમાં 97.57% નોંધાયો માર્ચ 2020 બાદ સૌથી વધુ. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,948 નવા કેસ નોંધાયા.
સાપ્તાહિક પોઝિટિવીટી 2.00% છે, જે છેલ્લા 58 દિવસથી 3%થી ઓછો છે. દૈનિક પોઝિટિવીટી દર 1.95% પહોંચ્યો, જે છેલ્લા 27 દિવસથી 3%થી ઓછો છે. પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો. કુલ 50.62 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે.

