ગતરોજ નસવાડી પોલીસે સ્કોર્પિયો ગાડીમાં ઈગ્લીશ દારૂની હેરાફેરી કરી લઇ જતા એક ઇસમને રૂ. 6,76,820ના મુદ્દામાલ સાથે પકડી પ્રોહીબીશનનો કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. નસવાડી પોલીસને બાતમીના આધારે નસવાડી કન્યાદાન ત્રણ રસ્તા પાસે તપાસ હાથ ધરી હતી તપાસમાં એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર MP 69 B 0611ને ઉભી રખાવી હતી. ગાડીમાંથી કાર ચલાવનાર જાતે અધિકારી જેવો દેખાઈ પડ્યો હતો. પરંતુ પોલીસે તેની કારની ચેકિંગનું કહેતા તે ભાગવા લાગતા પોલીસે તેને પકડી પાડ્યો હતો. અને કારની તપાસ કરતા ગાડી માંથી દારૂ પકડાયો હતો.

મળતી માહિતી  મુજબ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 20,820 તથા હેરાફેરી માટે ઉપયોગ લાધેલી ગાડીની કિંમત રૂા. 6,50,000 તથા બીજો મુદ્દામાલ મળી કુલ કિંમત રૂા. 6,76,820ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી રેવજીભાઈ જામસીંગભાઈ બામણીયા ઉ.વ.33 રહે. કુબી પટેલ ફળીયા તા.કઠ્ઠીવાડા જિ.અલીરાજપુર (એમ.પી.)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અગાઉ પણ આ કાર નસવાડીમાંથી અવર જવર કરતી હોવાની ચર્ચા ઉઠી છે.