ઇસરો લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC)એ 10 ધોરણ પાસ માટે ડ્રાઇવર, ફાયરમેન, કૂક અને કેટરિંગ એટેન્ડન્ટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે ઓનલાઈન અરજીઓ 24 ઓગસ્ટ 2021થી શરૂ કરવામાં આવશે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ઇસરોએ હેવી વ્હીકલ મોટર (HMV) ડ્રાઇવર, કુક અને ફાયરમેનની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગી માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. મહત્વનું છે કે, આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. ભરતીઓમાં જોઈએ તો હેવી મોટર વ્હીકલ ડ્રાઈવર – 2 પદ, કૂક – 01 પદ, કેટરિંગ એટેન્ડન્ટ -01 પદ, ફાયરમેન – 2 પદ છે 6 સપ્ટેમ્બરના રોજ ફાયરમેન અને કેટરિંગ એટેન્ડન્ટ માટે મહત્તમ ઉંમર 25 વર્ષ અને અન્ય પોસ્ટ્સ માટે 35 વર્ષ હોવી જોઈએ.
ઇસરો LPSC ભરતી નોટિફિકેશન અનુસાર, હેવી મોટર વ્હીકલ ડ્રાઇવર, કુક, એટેન્ડન્ટ અને ફાયરમેનની કુલ 8 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારો 24 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2021 સુધી LPSC વેબસાઇટ lpsc.gov.inની મુલાકાત લઈને અરજી કરી શકશે.