પારડી: ગતરોજ પારડી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની અગત્યની બેઠક શ્રી કનુભાઇ દેસાઇ ધારાસભ્ય શ્રી પારડીના અધ્યક્ષ સ્થાને સાંજે 5:30 કલાકે વાપી નોટિફાઇડ ખાતે રોફેલ કોલેજ, ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ પારડી વિધાનસભાના તમામ મંડળના પ્રમુખ અને મહામંત્રી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાઉથ ઝોનના IT ઇન્ચાર્જ એવા પારસભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નમો એપ અંગે માર્ગદર્શન આપ્યું હતું, આ બેઠકમાં પારડી વિધાનસભાના તમામ ઉત્સાહી કાર્યકર્તા અને મુખ્યત્વે યુવા મોરચા, મહિલા મોરચા અને આઈ.ટી અને સોશિયલ મીડિયાના કાર્યકર્તા અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ ધારાસભ્ય શ્રી કનુભાઇ દેસાઇએ સૌનો આભાર માન્યો હતો.

આ બેઠકમાં આગામી કાર્યક્રમો માટે Namo એપ માટે પારડી વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે શ્રી વિરાજભાઈ દક્ષિણીની નિમણૂક કરવામાં આવી હતી અને મંડળના સહ ઈન્ચાજ પણ નિમાયા હતા. સ્થાનિક ભાજપ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ મોટા પ્રમાણમાં આ બેઠકમાં ભાગ લીધો હતો.