કપરાડા: આજરોજ ૫:૩૦ વાગ્યાની આસપાસ જોગવેલ વડખંભા રોડ ઉપર પાનસ ગામમાં G-J-21- 4551 નંબરની કાર રસ્તા કિનારે આવેલી ગટરમાં ઉતરી જવાની ઘટના સામે આવી છે તાજા જાણકારી પ્રમાણે કોઈ જાનહાની થવા પામી જ હતી.

DECISION NEWSને મળેલી જાણકારી પ્રમાણે વાંસદા મોળાઆંબા ગામના રહેવાસી પોતાની G-J-21- 4551 નંબર ગાડી લઇ જોગવેલ વડખંભા રોડ ઉપર પાનસ ગામમાં તરફ પુરપાટે જઈ રહ્યા હતા આ દરમિયાન ચાલકનો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની કિનારે આવેલી ગટરમાં ઉતારી જવા પામી હતી. જેમાં ચાલક સહિત કારમાં બેસેલા અન્ય સવારોનો આબાદ બચાવ થયો હતો રાહતની વાત એ બની કે કારને સામાન્ય નુકશાન સિવાય કોઈ જાનહાની થઇ નથી. જુઓ આ વીડિઓ માં..

ઘટના સ્થળ પર પોહચેલા DECISION NEWSના રિપોર્ટર જણાવે છે કે આ અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ભેગા થઇ સ્થિતિ થાળે પડી દેવામાં આવી છે હાલમાં કારને ગટરમાંથી ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.