કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ગઈકાલથી જન આશીર્વાદ રેલી લઈને ભાવનગર જિલ્લામાં પહોંચ્યા હતા. ગઇકાલે ગારિયાધાર પંથકમાં યાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ આજે તેઓ પાલિતાણા પહોંચ્યા હતા. વિવિધ ગામોમાં તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

જન આશીર્વાદ યાત્રા દરમ્યાન રસ્તામાં તેઓએ જ્યાં અભ્યાસ કર્યો છે તે સોનગઢ ગુરુકુળ ખાતે પહોંચી શિક્ષકગણને વંદન તથા સ્કૂલ ભૂમિને વંદન કર્યા હતા, ત્યાં તેઓ જે વર્ગખંડમાં અભ્યાસ કર્યો તે વર્ગખંડમાં તેમના સહ અધ્યાયીઓ સાથે ફરીવાર બેસવાનો મોકો મળતા ખુશી વ્યક્ત કરી હતી, અને તેમણે તેમના સ્મસ્મરણો વાગોળ્યા હતા.

ટ્વિટ કરીને શાળાના દિવસોને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે, શાળા બીજી માતા છે, એક જન્મ આપે છે તો બીજી જીવનનો સાર શીખવે છે.

આજે મારી શાળામાં હોવાનો મને ગર્વ છે, શાળામાં શિક્ષકના આશીર્વાદ લીધા અને ફરી એકવાર જીવનની કિંમતી ક્ષણોને યાદ કરી.