પંચમહાલ: ગતરોજ પંચમહાલ જિલ્લાની સરકારી વિનયન કોલેજ શહેરામાં 19 ઓગસ્ટથી લઈને ૨૬ ઓગસ્ટ સુધી ઓનલાઈન ઓફલાઈન સ્પર્ધાઓ યોજી સંસ્કૃત સપ્તાહનું આયોજનના ભાગરૂપે ગ્રંથાલયમાં સંસ્કૃત પુસ્તક પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું.

DECISION NEWSને મળેલી માહિતી મુજબ શહેરા તાલુકામાં સરકારી વિનયન કોલેજ 19 ઓગસ્ટથી લઈને 26 ઓગસ્ટ સુધી સુધી સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાત દિવસ સુધી કોલેજમાં ઓનલાઈન ઓફલાઈન સ્પર્ધાઓ યોજાશે. કોલેજના ગ્રંથાલયમાં સંસ્કૃત પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક તેમજ સેમેસ્ટર ત્રણ અને પાંચમાં અભ્યાસ કરતા સંસ્કૃત વિષયના ૫૫ જેટલા વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું.

આ પ્રસંગે વૈદિક સાહિત્ય થી લઈને ઉપનિષદો, દર્શન ગ્રંથો, વિવિધ કોશગ્રંથો, આયુર્વેદના ગ્રંથો, ભગવદ્ગોમંડલ, સંસ્કૃત નાટકો, મહાકાવ્યો, રામાયણ, મહાભારત, ટીકા ગ્રંથો, સંસ્કૃત મેગેઝીન તેમ જ આધુનિક સંસ્કૃત સાહિત્યના ગ્રંથો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. દિનેશ માછીએ કર્યું હતું તેમજ સંચાલન ડૉ.કાજલ પટેલે કર્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. વિપુલ ભાવસારે સંસ્કૃત ગ્રંથોનું મહત્વ અને સાંપ્રત સમયમાં તેની ઉપયોગીતા વિશે ચર્ચા કરી હતી.