વાંસદા: નવસારીના વાંસદાના પિપલખેડની યુવતીનો આક્ષેપ મહેસાણાના આરોપીને બચાવવા પોલીસે હળવી કલમ લગાવ્યાનો ભોગ બનનાર યુવતીએ નવસારી જિલ્લા પોલીસ વડાને સોગંદનામા સાથે અરજી કરી હોવાની ઘટના બહાર આવી છે. નવસારી એસપીને પીપલખેડની યુવતિએ આક્ષેપ સોગંદનામા માં જણાવ્યું કે તેમની સાથે અભ્યાસ કરતા યુવક જીજ્ઞેશ ચાવડા (રહે. મહેસાણા) તેમને ઘણા સમયથી હેરાન પરેશાન કરવા બાબતે અરજીરૂપે ફરિયાદ વાંસદા પોલીસ સ્ટેશનમાં 15મી ઓગષ્ટે નોંધાવી હતી.

Decision Newsને મળેલી જાણકારી અનુસાર વાંસદા પોલીસ સ્ટેશનના તપાસ કરનારા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબનો ગુનો નોંધી હળવી કલમો લગાવેલી છે. ગુરુવારે ડી.એસ.પી કચેરીએ નિવેદન લેવા બોલાવેલ ત્યાં પણ તેણીના લખાણ મુજબ નિવેદન લખ્યા નથી. આવી રીતે આરોપીને બચાવવા મેળાપીપણામાં હળવી કલમ લગાવી કેસ હલવો કર્યો છે. તેમના કેસમાં આરોપીએ તેમને જાનથી મારી નાખવા ધમકી આપી હોય, ગેરકાયદેસર ગૃહપ્રવેશ હોય, યુવતીની છેડતી કરી ફોનમાં મેસેજ કરી ગાળો આપી ધમકી આપી છે. આવી રીતે ગુનાની કલમો નહી લખી હળવી એફ.આઈ.આર કરી છે.

આ યુવાને તેણીને હેરાન કરતો હોય અભ્યાસ છોડી દીધો હતો. ત્યારબાદ આરોપી યુવાન તેની પાછળ આવી ધમકી તેમજ ગાળ આપી છે. બીભત્સ માગણીઓ કરી જાનથી મારી નાખવા ધમકીઓ આપી જાતિ વિષયક રીતે જાહેરમાં શબ્દો બોલી અપમાનિત કરી હતી તેમજ મોબાઈલમાં બીભત્સ મેસેજ પણ કર્યા છે. ફરિયાદમાં ઉમેરવા માટે યુવતિએ સોગંદનામુ કર્યું હતું. ઉલ્લખનીય છે કે, યુવતિએ તેની સાથે થયેલ છેડતી બાબતે મક્કમ મને લડીને સજા આપવાનો નિર્ધાર કર્યો છે. તેવામાં તેણે પોલીસ તથા સમાજના લોકો પાસે પણ ન્યાયની અપેક્ષા રાખી રહી છે.