ડાંગ: હાલમાં ચોમાસાંની સીઝન ચાલી રહી છે ત્યારે દર દિવસે નવા-નવા અકસ્માતની ઘટના બનતી હોય છે તેવા ટાણે ડીલક્ષ મોટર સાયકલ ભરેલ કન્ટેનરને સાપુતારા વઘઇના આહીરડી ગામમાં જીવંત વીજતાર અડતા લાખોનું નુકસાન થયાનો બનાવ બનવા પામ્યો હતો.

DECISION NEWSને મળતી માહિતી સુરત તરફથી ડીલક્ષ મોટરસાયકલ ગાડીઓનો જથ્થો ભરી નાસિક તરફ જઈ રહેલ કન્ટેનર નંબર R-J-09-G-B-6025 જે મુજબ ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં આહેરડી ગામ નજીક મોટરસાયકલ ભરેલ કન્ટેનરને જીવંત વીજ તાર અડી જતા અહી કન્ટેનરમાં આકસ્મિક આગ લાગી જતા ઘટના સ્થળે ડીલક્ષ મોટર સાયકલનાં જથ્થાનું લાખો રૂપિયાનું જંગી લાખો રૂપિયાનું નુકસાન થવાની ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

આ અકસ્માતની ઘટનામાં કન્ટેનર ચાલક અને અન્ય બે બીજા ઈસમો આગમાં દાઝી જતા તેઓને સારવાર માટે તાત્કાલિક વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા પરંતુ સ્થિતિ વધુ ગભીર બનતા તેમને આહવા સીવીલ હોસ્પિટલમાં લઇ જવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં વઘઇ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.