ઓનલાઇન ક્લાસ માટે ઈન્ટરનેટની શોધમાં ટેકરી પર ચઢેલા આઠમા ધોરણમાં ભણતા તેર વર્ષના વિદ્યાર્થીનું પગ લપસવાથી મોત થયાનો કિસ્સો રાયગઢ જિલ્લાના એક ગામમાંથી બહાર આવતા આદિવાસી સમાજમાં ચકચાર મચી જવા પામી હતી. !

ઇન્ડિયન એક્સપ્રેસ ૧૯-૮-૨૧ના પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઓરિસ્સાના રાયગઢ જિલ્લાના એક ગામમાં ચઢેલા આઠમા ધોરણમાં ભણતા તેર વર્ષના વિદ્યાર્થી ઓનલાઇન ક્લાસ માટે ઈન્ટરનેટની શોધતા શોધતા ટેકરી પર ચડી ગયો હતો ત્યાંથી અચાનક પગ લપસતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. આ ઘટના ઘટિત થતાં તેને ગામથી ૨૦ કિમી દૂર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો પણ તે બચી શક્યો નહિ ગતરોજ ઓનલાઇન ક્લાસે આદિવાસી વિદ્યાર્થીનો ભોગ લીધો.

Decision News દ્વારા ઈન્ટરનેટ ન હોવાના કારણે ઓનલાઈન ક્લાસ ભરવા ફાંફા મારતા અને જંગલો અને નાની મોટી ટેકરીઓ પર ચડતાં દક્ષિણ ગુજરાતના ખાસ કરીને કપરાડા ડાંગ તાપી વગેરેના આદિવાસી વિદ્યાર્થીઓના ઘણા પ્રકાશમાં લાવ્યું છે આ પણ કિસ્સો એવો જ છે છેલ્લા એક વર્ષથી રોજ ઓનલાઇન ક્લાસ માટે આદિવાસી વિદ્યાર્થી આંદરિયા તેના ગામ નજીકની ટેકરી પર ચડી ભણતો હતો કેમકે ગામમાં નેટ પકડાતું ન હતું.

આદિવાસી ચોકીદાર જેને મહિને માત્ર ૧૮૦૦ રૂપિયા પગાર મળતો હતો તેને પુત્રને ઉત્તમ શિક્ષણ આપવા ગામથી ૪૦૦ કિમી દૂર કટકમાં આદિવાસી નિવાસી શાળામાં ભણવા મૂક્યો હતો. કોરોનાને કારણે શાળા બંધ થઈ ગઈ. ગામની નજીકની સરકારી શાળામાં પુરતા વિદ્યાર્થીઓના હોવાથી શાળા બંધ કરી દેવામાં આવી પરિણામે આ બાળકને છેક કટક જઈને ભણવું પડયું. આ જીલ્લાના માત્ર વીસ ટકા બાળકો જ ઓનલાઇન ભણી શકે છે કારણકે નેટની સુવિધા સૌને ઉપલબ્ધ નથી. આપનો દેશ વિકાસની ગઈ દિશામાં જઈ રહ્યો છે ? પૂછતા હૈ આદિવાસી