સુરત: મહાનગરપાલિકા લિંબાયત ઝોનમાં આવેલ ડીંડોલી વિસ્તારમાં સુરતના વિવિધ વિસ્તારોના યુવાનોએ દેશને કાજે પોતાનું જીવન સમર્પિત કરવાના ઉચ્ચ આદર્શોની સાથે કોઈ પણ જાતની સરકારી સહાય કે સુવિધાના અભાવમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ અને આર્મીમાં જોડાઈ સેવા આપવા માટે દિવસ -રાત તનતોડ મહેનત કરી રહ્યા સંદર્ભમાં આજે આપ દ્વારા વહીવટીતંત્રને રજુવાત કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ‘સડક સે સરહદ તક’ નામના ગ્રુપમાં ઘણા યુવાનો છેલ્લા સાત વર્ષથી રસ્તા પર પેકટીસ કરતાં સાત વર્ષમાં ૩૦ જેટલા યુવાનોએ લશ્કરમાં ભરતી મેળવી સુરત સહીત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમજ અન્યો પણ તેમાંથી પ્રેરણા લઇ દેશની સેવા અને આંતકવાદને નાથવા માટે પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સાપનને વધુ દઢ બનાવી રહ્યા છે. આવા ગુજરાતનું ગૌરવ વધારતા અને જાહેર રોડ પર પેકટીસ કરતાં યુવાનો માટે પ્રોપર જગ્યા મળે તે માટે મેયરથી લઈને ધારાસભ્ય અને રાજકીય નેતાઓને તેઓ દ્વારા વારંવાર રજુવાત કરી છે પરંતુ દેશદાઝથી ભરપુર યુવાનોની રજુવાતને કોઈએ પણ ગંભીરતાથી લીધી નથી

APPના સુરતના મ્યુનસિપલ કોર્પોરેટર નેતા અલ્પેશભાઈ Decision Newsને જણાવે છે કે આ યુવાનોને રોડ ઉપર પેકટીસ કરતી વખતે ઘણી વખત ગાય ભેંસોનું ઝુંડ વચ્ચે આવી જાય છે તો ક્યારેક વાહનોની અવર-જવરના કારણે એક યુવાન અકસ્માતનો ભોગ પણ બન્યો છે. અને તેનું નેવીમાં તે સમયે સિલેકશન પણ થવાનું હતું જે કમ નસીબે થઇ શક્યું નથી આ સુરતના ડીંડોલી જેવા વિસ્તારમાં રહેતા સામાન્ય ઘરના યુવાનો છે તેમનું ભારતીય સેનામાં જવું જિંદગીનું સપનું બની ગયું છે. આ લોકોની પશુઓ અને વાહનોની સતત અવર-જવર વચ્ચે જાતે ટ્રેનિંગ લઇ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર આ યુવાનો માટે થોડું વિચારીને તેમને પેકટીશ માટે જરૂરી આધુનિક સાધનો સહિત રમત-ગમતના મેદાનની ફાળવણી કરી આપવામાં આવે અને નજીકના ભવિષ્યમાં આવા દેશસેવા ઈચ્છુક યુવાનો માટે સ્પોટ્સ સંકુલ બનાવવામાં આવે એવી માંગણી કરી હતી.