લોખંડના સળિયાથી ભરેલું વાહન મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં પલટી ગયું, જેમાં 13 મજૂરો મૃત્યુ થયા. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 8 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 3 લોકો રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા.
સારવાર દરમિયાન 2 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો ગંભીર અકસ્માતમાં ઘાયલ મજૂરોની હાલત અત્યંત નાજુક છે. સીંદખેરાજ તહસીલના તઢેગાંવ નજીક સમૃદ્ધિ હાઇવે પર ડમ્પરમાં લોખંડના સળિયા ભરેલા હતા.
લોખંડથી ભરેલ આ ડમ્પર અનિયંત્રિત રીતે પલટી ગયું હતું, ત્યારબાદ આ દર્દનાક અકસ્માત સર્જાયો છે. માર્યા ગયેલા મોટાભાગના મજૂરો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી મુજબ અકસ્માતના સ્થળે વરસાદને કારણે રસ્તો લપસણો હતો. ડમ્પર રસ્તા ઉપર લપસવાના કારણે ખેતરમાં જઈને પલટી ગયું હતું જેની નીચે કામદારો દટાયા.
અકસ્માતની માહિતી મળ્યા બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને કામદારોને બહાર કાવાનું શરૂ કર્યું. હાલ સ્થળ પર જેસીબી મારફતે સળિયા દૂર કરવામાં આવી રહ્યા છે. ઘાયલ મજૂરોની સારવાર ચાલી રહી છે.

