ચીખલી: હાલમાં ચીખલીના ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય મોટા પાયે જોડાયા છે ત્યારે તાજેતરમાં છેલ્લા કેટલાક સમયથી ગાય અને ભેંસમાં લમ્પી સ્કીન ડિસીસ (ગઠેદાર ચામડી) નામના રોગ જોવા મળી રહ્યો છે નાના તથા મોટા દુધાળા પશુઓમાં આ ચેપી વાયરસના કારણે પશુપાલકો ચિંતિત બન્યા છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ચીખલી વાંસદાના આદિવાસી વિસ્તારોમાં ઘણાં લોકો પશુપાલનના વ્યવસાયથી પશુપાલકના પરિવારોએ આર્થિક શસક્ત બન્યા છે ત્યારે આ બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે માસથી લમ્પી સ્કીન ડિસીસ નામના ચેપી વાયરસ આવવાથી પશુપાલકો માટે નોધારી આફત ઉભી થઇ છે  Decision  News સાથે (નામ ન આપવાનું કહી) ચીખલીના એક ખેડૂત જણાવે છે કે અમે વર્ષોથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે પણ આ પ્રકારનો રોગ પહેલીવાર જોવા મળ્યો છે જે મોટાપાયે દુધાળા પશુમાં વધુ ફેલાય રહ્યો છે આ રોગની વાત કરું તો પહેલાં છે ગાય કે ભેંસને તાવ આવે પછી શરીર પર ગુમડા નીકળીને ચાંદાં પડી આવે છે ત્યાર બાદ ગાય કે ભેંસનું શરીર ધીમે ધીમે સુકાવવા લાગે છે.

આ ઉપરાંત ખેડૂતનું જણાવે છે કે આ અંગે ચિકિત્સકનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાથી આ રોગ આ બંને તાલુકાના આદિવાસી વિસ્તારોમાં પશુપાલકોને પજવી રહ્યો છે. પશુપાલકો પશુઓને બચાવવા માટે અંધશ્રદ્ધાના અને અંધવિશ્વાસ રાખી પશુ દવાખાનાને બદલે મંદિરે દોરા કરાવવા દોડી રહ્યાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે અમને ચિકિત્સકે જણાવ્યું છે કે અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ અને એવા સ્થાન પર બાંધવું જયાં માખી મચ્છર ન હોય અને રોગથી સંક્રમિત પશુને ખોરાક અને પાણી જુદું આપવું,પશુને ખુલ્લામાં ચરવા ન લઈ જવું, પશુ રહેઠાણમાં ચિકિત્સકે આપેલી દવાનો છંટકાવ કરવો તથા જ્યાં સુધી પશુ સારું ન થાય ત્યાં સુધી પશુ દવાખાનનો સંપર્કમાં રહેવું.