વ્યારા: આપણાં ગામડાઓમાં પણ ઘણી બધી પ્રતિભાઓ છુપાયેલી છે કેટલીક વાર આપણે અજાણ હોઈએ છીએ આજે આવા જ રમત-ગમત ક્ષેત્રમાં યુવા પ્રતિભા સંપન્ન ગામની વાત કરાવી છે અને તે છે વ્યારા તાલુકાના આવેલ બોરખડી ગામની તમે અમાની નહિ શકો આ ગામની કયામત સ્ટારના યુવાઓએ ક્રિકેટની રમતમાં તાલુકા, જિલ્લા અને જીલ્લાની આસપાસ રમાતી ક્રિકેટની રમતમાં 30 થી વધુ ટ્રોફી અને અન્ય અનેક પ્રોત્સાહિત ઇનામો આ ટીમે જીત્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ બોરખડી ગામની કયામત સ્ટારના પ્રતિભા સંપન્ન યુવાઓની આ ટીમના ખેલાડીઓ કોઈ ખેડૂત છે તો કોઈ પશુ પાલન કરે છે તો કોઈ બીજા અન્ય નાના કામો સાથે જોડાયેલા છે. પોતાના ઘર ની જવાબદારી સાચવવાની સાથે સાથે રમત ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યા છે. જો આ યુવાનો માત્ર યોગ્ય માર્ગદર્શન, પીઠબળ અને આપણા સમાજ નો સાથ સહકારથી યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે તો પોતાનું તથા સમાજનું નામ રોશન કરી શકે છે.

આજે રમત હોય કે શિક્ષણ દરેક ક્ષેત્રે ખુબજ સ્પર્ધા થઈ રહી છે આ સ્પર્ધાઓ માં ટકી રેહવું પણ અઘરું છે પરંતુ આ સ્પર્ધાઓ થી ડરીને પ્રયત્ન ન કરવા એ પણ મુર્ખામી કહેવાશે. સફળતા કે અસફળતાની ચિંતા કર્યા વિના પ્રયત્ન કરવામાં જ યોગ્ય સમજદારી છે. યુવાનોનું કહેવું છે કે જેમ ગામે ગામ લાઈબ્રેરી ઓ બની રહી છે તેમ હવે ગામે ગામ દરેક રમતો અને પોલીસ અને સુરક્ષા દળ ના પ્રશિક્ષણ ને ધ્યાન માં રાખી ને મેદાનો પણ તૈયાર થવા ખુબજ જરૂરી થઈ ગયું છે.  આપણા આદિવાસી સમાજના પ્રતિભાશાળી યુવાનો યુવતીઓ દરેક ક્ષેત્રમાં આગળ આવે તે માટે સમાજના આગેવાનો અને વડીલો એક મજબૂત પીઠબળ બની રહશે.