વાંસદા: તું આદિવાસી છે તારામાં બુદ્ધિ નથી તમે નીચ જાતિના છો તમને કઈ જ ખબર પાડતી નથી એટલે તું મારા ફોનનો જવાબ નથી આપતી હું તને બરબાદ કરી દઈશ આવા જ કઈક કહેવાતા ઉંચ જાતિના જીગ્નેશકુમાર માનસિંહભાઈ ચાવડાના એક પિતા વગરની દીકરી માટેના..
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બનેલો એક કિસ્સો ફરી એક વખત આદિવાસી સમાજ સંગઠિત નથી તેનો પરચો આપે છે કે આ કિસ્સો આદિવાસી સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે પીપલખેડ ગામની પિતા વગરની દીકરી સાથે બનેલા અભદ્ર વર્તનમાં ક્યાંક આદિવાસી યુવાનોની પણ સામેલગીરી છે. આપણો સમાજ શિક્ષણને કારણે આજે જરૂર ફોરવર્ડ જીવન શૈલી જીવતો થયો છે. પણ ઉજળિયાત વર્ગ આજે પણ આદિવાસી સમાજ નું કોઈ ને કોઈ રીતે શારિરીક માનસિક શોષણ કરતો જ આવ્યો છે. ક્યાંક ધર્મના નામે, ગરીબી કે લાલચને વશ કે શિક્ષણ/ નોકરી મેળવવા માટે શોષણ નો ભોગ બનતો આવે છે. જેનું કારણ કદાચ આપણે વાડાઓમાં વહેચાયેલા અને સમાજને મદદરૂપ થવાની મરી પરવારેલી ભાવના પણ હોય શકે છે.
ઉલ્લેખનીય છે કે આજે તો આદિવાસી સમાજ શિક્ષણને કારણે ઊંચા હોદ્દાઓ ઉપર, નેતા કે મંત્રી સુધી પહોંચેલા છે. પણ એમાં મોટા ભાગના પોતાના અંગત સ્વાર્થ સાધવા સિવાય ભાગ્યે જ સમાજના પ્રશ્નોને વાચા આપવામાં રસ લેતા હોય છે. કેમ કે ત્યાં પક્ષાપક્ષીમાં કે પોતાની ખુરશી જવાની બીકમાં આંખ આડા કાન કરતા હોય છે. એક મોટો વર્ગ એવો પણ છે કે મારે શું..? પીપલખેડની દીકરી સાથે પણ શિક્ષણના નામે શારિરીક માનસિક શોષણ શિકાર બની છે આ વિષે ગામના લોકો સાથે Decision News વાત કરી તો તેમનું કહેવું છું કે ગામના સમાજના આગેવાનોને દીકરીને ન્યાય મળે એમાં રસ નથી પણ ભાજપ કોંગ્રેસ કરવું છે જ્યારે સમાજની દિકરી પીડિત બને છે ત્યારે આગેવાનો એ ખુદ વિચારવું જોઈએ કે હું મારા સમાજની પ્રજાનો છું કે પક્ષનો ?
રાજ્યમાં હોય કે દેશમાં હોય તો ઉજળિયાત વર્ગ દ્રારા દેશમાં ક્યાંક નારી શોષણ થાય ત્યારે બધા મીણબત્તી લઈને એના વિરોધમાં નિકળી પડીએ છીએ. તો શું ઉપરોક્ત ઘટના પછી આપણા આદિવાસી સમાજના કહેવાતા આગેવાનો રસ્તા પર નિકળી એનો વિરોધ કરશો..? સમાજ પ્રત્યે આપણે કેટલા જાગૃત છીએ..?? આપણામાં એટલી હિંમત છે કે આપણે આવા બનાવો ને અટકાવી શકીએ..? લાભ માટે તો નેતાગીરી ની હોડ લાગે ,પણ અન્યાય, અત્યાચાર સામે લડવા આપણે નેતાગીરી લેવા તૈયાર છીએ. અરે એતો દૂર વાત ” આ સમાજ માટે બહુ ખોટું થયું, એને રોકવું કે વિરોધ કરવો જોઈએ” એટલું બોલવાની આપણામાં એટલી હિંમત છે..?
વિચારો કાલે આવો જ પ્રશ્ન તમારા આંગણે આવી ઊભો રહેશે તો…?