પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય પેરા-એથ્લેટ ટીમ સાથે વાતચીત કરશે. આ વખતે ભારતમાંથી 54 પેરા-રમતવીરો 9 અલગ-અલગ રમત સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રીની સાથે રમત મંત્રી અનુરાગ ઠાકુર પણ આ કાર્યક્રમમાં જોડાશે. આ પેરાલિમ્પિક ગેમ્સ ટોક્યોમાં 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે. આ વખતે ભારત તરફથી સૌથી મોટી ટુકડી આ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે. કે 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલી ટોક્યો ઓલિમ્પિક રમતોમાં ભારતના રમતવીરોએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. ભારતે આ રમતોમાં એક ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા. હવે દેશને પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય રમતવીરો પાસેથી મેડલ જીતવાની આશા છે.