નવસારી: નવસારી જિલ્લાના ખાપરવાડા ગામની પ્રાથમિક શાળામાં 75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિર્મિત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન કાર્યક્રમ બાદ કોરોનો મહામારીમાં લોકોના આરોગ્યની સંભાળ રાખતાં આરોગ્ય કર્મચારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

કોરોના મહામારીમા પોતાના પરિવારથી દુર અને જીવ જોખમમાં નાંખી લોકોના આરોગ્યની સંભાળ માટે હર હંમેશ કાર્યરત રહેતા આરોગ્ય કર્મચારી જીગ્નેશભાઈ તેમજ અન્ય તેમના સાથી કર્મચારીઓને કોરોના કાળમાં સેવા આપવા બદલ પ્રોસાહન રૂપે ગામના સરપંચ તરફ લડાયકની ટ્રોફી એનાયત કરવાંમાં આવી હતી.

આ ટ્રોફી અનેયાત થી સમાજમા ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું હતું એક સંદેશ આપવામાં આવ્યો કે ડોકટરોનું સન્માન કરવું જોઈએ અને મહામારીના સમયમાં તેમને સાથ સહકાર આપવો જોઈએ.

Bookmark Now (0)