નવસારી: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત શહેરી બસ સેવાની ઈ-લોકાર્પણ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત વિવિધ ૧૦ રૂટ ઉપર આઠ શહેરી બસ સુવિધાનું આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવસારી રામજી મંદિર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ, નવસારીના ધારાસભ્ય પિયૂષભાઇ દેસાઇ, નગરપાલિકાના પ્રમુખ જીગીશભાઇ શાહ, જિલ્લા કલેક્ટર અમિત યાદવએ લીલી ઝંડી ફરકાવી બસ સેવાનો આંરભ કરાવ્યો હતો.
નવસારી શહેરમાં 25 વર્ષબાદ પુનઃ સિટી બસો દોડતી થઈ છે. નવસારી શહેરમાં દોડનારી સિટી બસ અદ્યતન છે. આ બસ 34 સીટની કેપેસિટીવાળી છે. આ બસોમાં એન્ડ્રોઇડ એપ થી ભાડું, લોકેશન, રૂટ સાથે બસના ડોર ઓટોમેટિક હશે તેમજ લેંડ ડિસ્પ્લે બોર્ડ, સીસીટીવી અને વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ બસમાં છે. બસનું ભાડું મિનિમમ 5 રૂપિયાથી વધુમાં વધુ 10 રૂપિયા સુધી નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ બસો નવસારી GIDC, એરું ચાર રસ્તા,છાપરા ચાર રસ્તા,વિશાલ નગર,સર્કિટ હાઉસ વિરાવલ સહિતના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવસારી શહેરમાં બસ સેવાનો આંરભથી શેહરીજનોમાં આંનદ જોવા મળિયો છે. આ પ્રસંગે પાલિકા સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોની સુવિધા માટે નવસારી શહેરમાં વિવિધ ૧૦ રૂટ ઉપર ઇકો ફ્રેન્ડલી CNG બસો દોડશે

