વાંસદા: નવસારી જિલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન ગતરોજ વાંસદાની પ્રતાપ હાઇસ્કુલમાં કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પાસ કરનારા છાત્રોને ધોરણ-12 સુધીનો તમામ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ નવસારી જિલ્લામાં ધોરણ-6 બાદ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે દર વર્ષેની જેમ બુધવારે વર્ષ 2021-22માં પ્રવેશ માટે અલગ અલગ તાલુકાના 10 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષા માત્ર સરકારી શાળામાં અભ્યાસ કરતા છાત્રોથી જ આપી શકાય છે. આ પરીક્ષા અઘરી હોય છે પણ તેજસ્વી છાત્રો કે જેઓ શાળામાં 1 થી 3 નંબરે પાસ થયેલા હોય તેઓ જ આ પરીક્ષા માટે યોગ્ય માનવામાં આવે છે.

જવાહર વિદ્યાલયમાં દ્વારા લેવાયેલી પરીક્ષામાં 1 થી 3 નંબરે પાસ થયેલા પ્રતિભા સંપન્ન બાળકોને સરકાર વિનામૂલ્યે ધોરણ-12 સુધી અભ્યાસ કરાવે છે. રહેવા-જમવાનો, શાળાનો ગણવેશ, પાઠ્ય પુસ્તકો વગેરે તમામ ખર્ચ આપવામાં આવે છે. ત્યારે આ પરીક્ષામાં પાસ થવા માટે  કોરોનાના ભયવાળા માહોલમાં પણ વાંસદાના પ્રતાપ હાઇસ્કુલ સેન્ટર પર વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જવાહર વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા પરીક્ષા આપી હતી.