સુરત: દક્ષિણ ગુજરાતમાં પોલીસ લોકોને શાંતિ સુરક્ષા સલામતીની વાયદો કરતી રહી છે આવા સમયે ગુનેગારો બેફામ બની રહ્યા છે વધુ એક પુરાવો ગતરોજ બારડોલી તાલુકામાં સાંજ ના સમયે શ્રીગ્લાસના સંચાલક એવા નિખિલ નામના વેપારી પર ફાયરિંગ કરી હત્યા કરવાની ઘટનાથી સામે આવ્યો છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે બારડોલી તાલુકામાં નાડીદા ચાર રસ્તા નજીક હનુમાન ગલીમાં રહેતા શ્રીરામ ગ્લાસ દુકાન ચલાવતા નિખિલ પ્રજાપતિ સાંજના સમયે દુકાનના સંચાલક બહાર નીકળતા હતા આ વખતે તેમના પર કોઈ અજાણ્યા ઈસમોએ એક રાઉન્ડ ફાયરીંગ કરી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી જેમાં નિખિલને છાતીના ભાગમાં ગોળી વાગતાં બાઈક પરથી નીચે પડી ગયો હતો સ્થાનિક લોકો ઘટના બનતા જ તેની મદદે આવ્યા અને તાત્કાલિક સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

પોલીસ તપાસમાં જણાવા મળ્યું છે કે નિખિલ પર એક વર્ષ અગાઉ પણ અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેની દુકાનમાં ચોરી પણ કરવામાં આવી હતી. આમ ઘટનામાં ધંધાકીય અથવા જૂની અદાવતમાં ફાયરીંગ કરાયાની આશંકા દેખાય રહી છે. પોલીસ દ્વારા હત્યા તેમજ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.