કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ આદિવાસી વસ્તી ધરાવતા સિલ્ધા ગામના સેદરપાડા ફળિયામાં લોકોએ વહીવટીતંત્ર અનેક રજુવાતો પછી પણ પુલ ન બનાવી આપતા સ્થાનિક લોકોએ જુગાડ દ્વારા લાકડાનો કોઝવેપુલ બનાવી તેના પરથી પસાર થવા મજબૂર બન્યા છે જેના કારણે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Decision Newsએ સ્થળની લીધેલી મુલાકાતમાં સામે આવ્યું છે કે કપરાડા તાલુકાના સિલ્ધા ગામે સેદરપાડા ફળિયાના લોકો લાકડાનો કોઝવેપુલ બનાવી જીવ જોખમમાં નાખી તેના પરથી પસાર થવા મજબૂર રાજકીય અને સરકારી તંત્રને અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈએ સાંભળ્યું નહીં આખરે ગામના લોકો એજ મળીને લાકડાનો કોઝવેપુલ બનાવ્યો છે. સ્થાનિક લોકોને આશ્વાસન સિવાય હજુ સુધી કાંઈ પણ મળ્યું નથી.

ગતિશીલ ગુજરાત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે વલસાડના બહેરા બનેલા સ્થાનિક સરકારી તંત્ર લાકડાના બનેલા પુલ વિષે ખબર હોવા છતાં કોઈ કાર્યાત્મ્ક પગલાં લીધા નથી સ્થાનિક લોકોની એક જ માંગ કે અહી પાકા પાયે કોઝવેપુલ બનાવવામાં આવે જેથી લોકોની અવર જવર માટેની સમસ્યા દૂર થઈ શકે. લોકોએ Decision Newsના રિપોર્ટર બિપીન રાઉતને જણાવ્યું કે જો આવનારા સમયમાં જો આ પુલ નિર્માણ કાર્યનો આરંભ ન થાય તો ૨૦૨૨ની ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એ નક્કી છે. હવે જોવું રહ્યું કે વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાંથી બહાર આવશે કે નહિ.