આઝાદીના વર્ષો વીતી ગયા પરંતુ કપરાડા તાલુકામાં પહાડી વિસ્તારમાં પાયાની સુવિધાઓથી લોકો આજે પણ વંચિત છે સિલ્ધા ગામના ઝાંખની ફળિયામાં 20 થી વધુ ઘરો આવેલા છે પરંતુ આજે પણ કોઝવે પુલ ન હોવાના કારણે લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને વહેતા પાણી માંથી પસાર થવા મજબુર છે ગ્રામજનોનું કહેવું છે કે વહેતા પાણીમાં પસાર થવા સિવાય બીજો કોઈ ગ્રામજનો પાસે વિકલ્પ નથી
ગામના લોકોની ખેતી પણ નદીને પેલે પાર હોવાના કારણે ખેતીકામ માટે જતા લોકો પણ વહેતા પાણી માંથી પસાર થવું પડે છે શાળામાં જતા બાળકો પણ વેહતા પાણી માંથી પસાર થાય છે ચોમાસાના સમયમાં પાણી વધુ આવે તો શાળામાં જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોઈ છે, ઉનાળામાં ભલે નદીમાં પાણી ઓછુ થઈ જાય છે પરંતુ ચોમાસાના ત્રણ મહિના પાણીના વહેણ માંથી જ પસાર થવું પડે છે જો નદીમાં વધારે પુર આવે તો જ્યાં સુધી નદીમાં પાણી આછું ન થાય ત્યાં સુધી નદીકાંઠે બેસી રહેવું પડે છે. જુઓ આ વિડીઓ માં…
ગામના આગેવાનો અને સરપંચ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઊંઘમાં હોઈ તેવું લાગી રહ્યું છે. આટલી રજૂઆત કરવા છતાં તંત્ર અને સ્થાનિક નેતાઓ ધ્યાને લેતા નથી આજે પણ કોઝવે પુલ બનાવવામાં આવ્યો નથી જેથી નારાજ ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ નદી પર કોઝવે પુલ બનાવવામાં આવે તો લોકોને જે સમસ્યા છે એ સમસ્યા દૂર થાય.
by બિપીન રાઉત

