નવસારી: વર્તમાન સમયમાં યુવાનોના આપઘાત કરવાના કિસ્સાની સંખ્યામાં ખુબ જ વધારો વધતો જ જાય છે ત્યારે ગતરોજ ફરી વખત એક યુવાને નવસારીના પૂર્ણાં નદી પરના પુલ છલાંગ મારી મોતને વ્હાલું કર્યાની ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર પંથકમાં પ્રોટેકશન ગ્રીલ મૂકવાની માંગ ઉઠી રહી છે.
DBના અહેવાલમાં જણાવ્યા અનુસાર નવસારીની પૂર્ણાનદીનો આ પુલ મોતના પુલ તરીકે જાણીતો થાય તો નવાઈ નહીં, કારણ કે એક માસમાં એક જ જગ્યાએથી ત્રણ યુવાને આપઘાત કરવાની ઘટના બની છે. નવસારીના પૂર્ણાં નદીના પુલ પર 3જી જુલાઈએ જલાલપોરના 17 વર્ષીય યુવાન, 17મી જુલાઈએ તવડી ગામે રહેતા 44 વર્ષીય યુવાને પોતાનું વાહન મૂકી પૂર્ણા નદીમાં ઝપલાવ્યું હતું. આ ઘટનાના 11 દિવસ બાદ ત્રીજી ઘટના બની હતી. છેલ્લા એક વર્ષમાં 50થી વધુ લોકોએ આ પૂર્ણાં નદીના પુલ પરથી મોતની છલાંગ મારી હોવાની મહિતી પણ મળી હોવાનું DB જણાવે છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ગતરોજ સવારે 11 કલાકની આસપાસ કોઈ અજાણ્યા યુવાને પૂર્ણાં નદીમાં ઝંપલાવી દીધું હતું. રસ્તા પરથી પસાર થતા લોકોએ આ જોયા બાદ નવસારી પોલીસમાં જાણ કરી હતી. નવસારી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તુરંત પૂર્ણાં નદી પાસે આવીને શોધખોળ અનેક પ્રયાસો બાદ પણ આ યુવાના કોઈ ખબર- અંતર મળ્યા નથી.

