ચીખલી: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે વઘઈ તાલુકાના બે આદિવાસી ભાઈઓની શંકાસ્પદ હત્યા બાબતે ન્યાય મેળવવા માટે નિસહાય આદિવાસી પરિવારોને ન્યાય અપાવવા માટે BTTS સંગઠન પહેલા દિવસથી જ હિંમત આપી આરોપીઓ વિરુદ્ધ એફ.આર.આઇ નોંધાવવા આદેશ અપાયાના પોઝિટિવ પરિણામ આવ્યા સુધી સાથે રહ્યાનું સામે આવ્યું છે.
Decision News સાથે વાત કરતાં BTTS ગુજરાતના પ્રદેશ મહામંત્રી પંકજ પટેલ જણાવે છે કે આજરોજ મૃતકની બહેન, બંને પરિવારોના સભ્યો અને વઘઈના લોકોના આંખોની ચમક અને એમના શબ્દો કે પંકજભાઈ તમે અને તમારી ટીમ અમને સહયોગ નઇ આપતે તો અમને ન્યાય નહિ મળતે એ શબ્દો સાંભળી આજે કઈક સારું કર્યાનો અનુભવ થયો અને એ પણ અનુભવ્યું કે લોકોના કામ કરવા ચૂંટાઈને જ નેતા બનવું એવું જરૂરી નથી. તમારામાં કોઈને મદદ કરવાની સાચી ભાવના હોય, કોઈપણ જાતનો સ્વાર્થ નહિ હોય તો સફળતા જરૂર મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ચાર-પાંચ દિવસથી રોજેરોજ ભુખા તરસ્યા રહી વઘઈ ખાતે મૃતક પરિવારોને હિંમત અને હૂફ મળી રહે અને પરિવારને ન્યાય અપાવવા માટે વગર સ્વાર્થે પોતાનો કિંમતી સમય અને સ્વખર્ચે વઘઈ આવી સાથ સહકાર આપનાર મારી આખી ટીમનો નાનુકાકા, પંકજભાઈ તેમજ વઘઈના આગેવાનો અને ખાસ કરીને વઘઈના યુવા મિત્રો કે જેમણે અમારા પર સંપૂર્ણ ભરોસો મૂક્યો એ તમામ લોકોનો અને છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ કે જેઓએ મૃતક પરિવારને ન્યાય અપાવવા જરૂરી તમામ મદદ હાઈકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી રોજેરોજ ટેલીફોનીક ચર્ચા કરી અમને ગાઈડ કરી અમારી હિંમત વધારી છે તથા મૃતક પરિવારને ન્યાય અપાવવા માટે સહયોગ આપનાર તમામ આદિવાસી સમાજના લોકો તેમજ અન્ય તમામ લોકોનો પણ દિલથી આભાર. આ લડાઈ પૂરી નથી થઇ હજુ તો પ્રથમ પગથીયું ચડયા છે હજુ મંજિલ ખુબ લાંબી છે અને BTTS સંગઠન છેક સુધી આ આદિવાસી મૃતક યુવાનોના ન્યાય માટે લડત લડશે.

