નવસારી: આજરોજ ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરેલ ભાજપ સરકારની પાંચ વર્ષની નિષ્ફળતા ઉજાગર કરવા આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમોની જે વિગતો દર્શાવવામાં આવી છે જેમાં આદિવાસી દિવસની સામેલગીરી આદિવાસી સમાજની લાગણી દુબાઈ છે જેને લઈને સમાજના નેતાઓ સવાલો ઉભા કરી રહ્યા છે.

Decision News સાથે વાત કરતાં BTTSના ગુજરાત પ્રદેશના મહામંત્રી પંકજ પટેલે જણાવ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા જે ગુજરાત સરકારની ભાજપની પાંચ વર્ષની નિષ્ફળ કામગીરીના અજ્ઞાન દિવસ, બેરોજગારી દિવસ અધોગતિ દિવસ જેવા દિવસો સાથે ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જે સામેલગીરી કરવામાં આવી છે જે આપત્તિ જનક છે. શું આમ આદમી પાર્ટી એવું કહેવામાં માગે છે કે ભાજપના નિષ્ફતા દિવસોમાં વિશ્વ આદિવાસી દિવસ પણ એક છે આવો સવાલો આદિવાસી સમાજમાંથી ઉઠી રહ્યા છે અમે આ બાબતે આમ આદમી પાર્ટીએ ઝડપથી આદિવાસી સમાજ સાથે ચોખવટ કરે એ જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું કે વિશ્વ આદિવાસી દિવસએ આદિવાસી સમાજના લોકોના સ્વમાન અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલો દિવસ છે આદિવાસી સમાજની અસ્મિતા સાથે જોડાયેલા દિવસ સાથે રાજકીય પાર્ટીઓ પોતાનો રોટલો શેકે એ આદિવાસી સમાજ ક્યારેય સાંખી ન લે. આમ આદમી પાર્ટીએ આગેવાનોએ આ બાબતનો ખુલાસો કરવો હિતાવહ રહશે.