પંચમહાલ: હાલમાં ચોમાસાં દરમિયાન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણીયાદથી ગુણેલી- કોઠંબા તરફ જતો આ રસ્તો હાલમાં જ નવીનીકરણ કરવામાં આવ્યો હોય તેને લગભગ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યાં તો મસ મોટી તિરાડો પડતાં વિકાસની પોલ ખુલી ગઈ છે.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણીયાદથી ગુણેલી- કોઠંબા તરફ જતો પર અવરજવર માટે ઘણા લોકો ઉપયોગમાં લેતા હોય છે ત્યારે હાલમાં જ નવિનીકરણ થયેલા આ રસ્તાનું વરસાદે રસ્તાના વિકાસની પોલ ખોલી નાખી છે એમ લોકોનું કહેવું છે આ રસ્તા ઉપર જતા ગુણેલી તળાવના અમણા પાસે રસ્તા ઉપર વધારે વરસાદ પડવાના કારણે રસ્તાનું ધોવાણ થયું છે. જો થોડા દિવસોમાં માર્ગ અને મકાન વિભાગ આ ધોવાણ થયેલા રસ્તાનું રીપેરીંગ કામ નહીં કરાવે તો અહીં અકસ્માતમાં કોઈકનું મૃત્યુ થવાની સંભાવના પ્રબળ દેખાય રહી છે.

લોકોનું કહેવું છે કે અહીંથી સવારથી મોડી સાંજ સુધી ઘણા બધા રાહદારીઓ અને બસો તથા અનેક પ્રાઈવેટ વાહનો અવરજવર કરતા હોય છે. હવે એ જોવાનું રહ્યું કે માર્ગ મકાન વિભાગ તંત્ર આ રસ્તાનું કામ કરનાર ઈજારદાર સામે પગલાં ભરશે તેમજ ક્યારે આ રસ્તાનું મરામત કામ કરાવશે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here