ધરમપુર: ધરમપુર તાલુકામાં રવિવાર રાત્રે પડેલા ભારે વરસાદને પગલે આ વિસ્તારની તમામ નદીઓમાં ઘોડાપુર વહેવાના કારણે મોટા ભાગના કૉઝવે અને પુલ્યા ઉપરથી પાણી વહી રહ્યા છે ત્યારે ધરમપુરના ભવાડા ગામના પીળની ફળીયાના રહેતા વ્યક્તિની ધરમપુરની તાન નદીમાં પાણીમાં તણાઈ જવાની ઘટના સામે છે.
Decision Newsને મળતી માહિતી મુજબ ગતરોજ ધરમપુર તાલુકાના ભવાડા ગામના પીળની ફળીયામાં રહેતા 65 વર્ષીય છનીયાભાઈ કુહલુભાઈ ભુજાડા સોમવારે સવારે 10 વાગ્યે કોઈ કામ અર્થે વાંસદા તાલુકાના ચોંઢા ગામે ગયા હતા. અને ત્યાંથી કામ પતાવી પર પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે ચોંઢા અને ભવાડા ગામના સીમાડા પર વહેતી તાન નદી ઉપરના કૉઝવે પરથી ચાલતાં પસાર થતી વખતે નદીના વરસાદના વહેતા પાણીમાં તણાઈ ગયા હતા. તાજા જાણકારી અનુસાર તેમના હજુ સુધી ભાળ મળી નથી.
બનાવની જાણ થતાં પરીવાર તથા ગામના આગેવાનો, ગ્રામજનોએ આજુબાજુના ગામની નદીના બંને કિનારે તપાસ કરી છતા તાજા જાણકારી અનુસાર તેમના હજુ સુધી ભાળ મળી નથી. આ બનાવ અંગે ભવાડાના ભાવેશભાઈ બાલુભાઈ દીવાએ ધરમપુરના પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવાતા જણાવ્યું કે નદીમાં તણાઈ ગુમ થયેલા નીયાભાઈ ભુજાડાએ ઘઉં વર્ણના શરીરે મધ્યમ બાંધાના અને શરીરે કાળા કલરનો સ્વેટર અને કમરે હાફ ચડ્ડો પહેર્યો હોવાનું કહ્યું છે.